તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ:'મેજર કોલ' જાહેર
ફાયર ફાઈટરોનો મોટો કાફલો અને અનેક ગાડીઓ પહોંચી:રહેણાંક ઇમારત હોવાથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે(15 એપ્રિલ) એક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇસ્કોન હાઈટ્સ નામની બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે સમગ્ર 10 માળની બિલ્ડિંગ તેની ઝપેટમાં આવી ગઈ હતી. બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની તીવ્રતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે ફાયર ફાઈટરોનો મોટો કાફલો અને અનેક ગાડીઓ પહોંચી ગઈ હતી. રહેણાંક ઇમારત હોવાથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક પ્લેટફોર્મ સહિતના અત્યાધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે
સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે અને આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાલમાં પ્રથમ પ્રાથમિકતા બિલ્ડિંગમાં રહેતા લોકોના જીવ બચાવવાની અને આગને વધુ પ્રસરાતી અટકાવવાની છે. પોલીસ કાફલો પણ વ્યવસ્થા જાળવવા માટે ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
