તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આદિનાથ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક ભીષણ આગ: ફાયર બ્રિગેડની 16 જેટલી ગાડી પહોંચી
અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી

સુરત શહેરના કાપડ ઉદ્યોગ માટે જાણીતા સલાબતપુરા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ આદિનાથ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં માર્કેટ તેમજ આસપાસના વિસ્તારમાં વેપારીઓ અને લોકો વચ્ચે ભારે દોડધામ મચી ગઈ હતી.
આગની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિકો દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજી ફાયર વિભાગની અંદાજે 16 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોના જવાનો દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર વહેલી તકે કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો મોટો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે વેપારી વર્ગમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાથમિક તબક્કે સ્થિતિ પર કાબૂ મેળવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ નુકસાનીનો ક્યાસ મેળવવા આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
