તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
વાવ-થરાદના દિયોદરમાં ભમરાના ઝુંડે આતંક મચાવ્યો : બાળકો સહિત 15થી વધુ લોકોને ભમરા કરડતાં દોડધામ
મામલતદાર કચેરી અને ઠાકોર બોર્ડિંગ પાસેના મુખ્ય માર્ગ પર ભમરાના ઝુંડે રાહદારીઓને બાનમાં લીધા: ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

વાવ-થરાદના દિયોદરમાં ભમરાના ઝુંડે આતંક મચાવતા લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી. મામલતદાર કચેરી અને ઠાકોર બોર્ડિંગ પાસેના મુખ્ય માર્ગ પર ભમરાના ઝુંડે રાહદારીઓને બાનમાં લીધા હતા. આ ઘટનામાં બાળકો સહિત 15થી વધુ લોકોને ભમરા કરડતાં દોડધામ મચી હતી. ભમરાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભરચક માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
