<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

અમદાવાદ-ઇન્દોર હાઈવે પર હડમતીયા નજીક ચાલુ ઇકો કારમાં અચાનક ભયાનક આગ ભભૂકી

કાર ચાલકે સમયસૂચકતા વાપરીને ગાડી તુરંત જ સાઈડમાં રોકી દીધી:કારમાં સવાર ચાલક સહિત ત્રણેય લોકો સમયસર બહાર નીકળી જતાં મોટો જીવલેણ અકસ્માત ટળ્યો

અમદાવાદ-ઇન્દોર હાઈવે પર હડમતીયા નજીકથી પસાર થઈ રહેલી એક ઇકો કારમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ચાલુ કારમાં એકાએક અગનજ્વાળાઓ ઉઠતાં અફરાતફરી મચી ગઈ હતી અને જોતજોતામાં મિનિટોની અંદર જ આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કાર ચાલકે સમયસૂચકતા વાપરીને ગાડી તુરંત જ સાઈડમાં રોકી દીધી હતી, જેના કારણે કારમાં સવાર ચાલક સહિત ત્રણેય લોકો સમયસર બહાર નીકળી જતાં મોટો જીવલેણ અકસ્માત ટળ્યો હતો અને ત્રણેયનો આબાદ બચાવ થયો હતો.

(11:38 PM IST)