તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Thursday, 2nd July 2026
સુરતના રેલવે સ્ટેશન વિસ્તારના ગેસ્ટ હાઉસમાં ધમધમતું સેક્સ રેકેટ ઝડપાયું:મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ:સંચાલક અને દલાલ વોન્ટેડ
ગ્રાહકો પાસેથી 1,000 રૂપિયા વસૂલી યુવતીઓને 200 રૂપિયા અપાતા હતા: પોલીસે 2 લલનાઓને મુક્ત કરાવી વધુ તપાસ શરૂ કરી

સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે વહેલી સવારે દરોડા પાડ્યા છે. સ્ટેશન રોડ પર આવેલા પ્રખ્યાત સહયોગ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓ લાવીને કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી 2 ભોગ બનનાર યુવતીઓ મળી આવી હતી, જેમને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સંચાલક અને દલાલ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસના જણાવ્યા અનુસાર, સગરામપુરાનો રહેવાસી અને મુખ્ય સંચાલક ઝહીર નૂર મોહમ્મદ તેમજ ગ્રાહકો સેટ સેટ કરતો મુખ્ય દલાલ ઇરફાન મલેક હાલ ફરાર છે. કોસંબાનો રહેવાસી ઇરફાન મલેક ગ્રાહકો શોધવાનું અને તેમને ગેસ્ટ હાઉસ સુધી લાવવાનું કામ કરતો હતો. મહિધરપુરા પોલીસ દ્વારા આ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસ પૂછપરછમાં આ સેક્સ રેકેટના આર્થિક વ્યવહારોનો મોટો ખુલાસો થયો છે. દલાલ ઇરફાન ગ્રાહકો પાસેથી 1,000 રૂપિયા વસૂલ કરીને તેમને ગેસ્ટ હાઉસમાં મૂકી જતો હતો. ગેસ્ટ હાઉસના મેનેજર મોહમ્મદ કરીમ મલેક ત્યાં ગ્રાહકો માટે યુવતીઓની વ્યવસ્થા કરી આપતો હતો. આશ્ચર્યજનક વાત એ છે કે, ગ્રાહકો પાસેથી લેવાયેલા 1,000 રૂપિયામાંથી પીડિત યુવતીઓને માત્ર 200 રૂપિયા જ આપવામાં આવતા હતા. બાકીના 800 રૂપિયા દલાલ, મેનેજર અને ગેસ્ટ હાઉસના માલિક વચ્ચે વહેંચાતા હતા.
મહિધરપુરા પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી બે ગ્રાહકોની રંગેહાથ ધરપકડ કરી છે. પકડાયેલા ગ્રાહકોમાં મદનકુમાર વિશ્વનાથ સિંહ અને પ્યારે જલાલ ખાનનો સમાવેશ થાય છે. આ સાથે જ અનૈતિક પ્રવૃત્તિમાં સાથ આપનાર મેનેજર મોહમ્મદ કરીમ મલેકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનના પી.આઈ. ના માર્ગદર્શન હેઠળ પોલીસે ઈમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
