<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

નવસારી જિલ્લામાં કુલ 89 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા :જાણો ક્યાં તાલુકામાં કેટલા રસ્તા બંધ : જુઓ યાદી

89 રસ્તાઓમાંથી 84 રસ્તાઓ પાણીના ઓવરટોપિંગ બંધ કર્યા: 4 રસ્તાઓ રેલવે અંડરપાસમાં પાણી ભરાયા

નવસારી જિલ્લામાં કુલ 89 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. 89 રસ્તાઓમાંથી 84 રસ્તાઓ પાણીના ઓવરટોપિંગને કારણે બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ પૈકી 4 રસ્તાઓ રેલવે અંડરપાસમાં પાણી ભરાવવાના કારણે અને 1 રસ્તો નદી પર સ્ટ્રક્ચર ન હોવાના કારણે બંધ કરાયો છે. ગઈકાલ સોમવારને 6 જુલાઈની સ્થિતિએ 22 રસ્તાઓ બંધ હતા, જ્યારે આજે નવા 67 રસ્તાઓ બંધ થતાં કુલ આંકડો 89 પર પહોંચ્યો છે.

તાલુકાવાર બંધ રસ્તાઓની વિગત:

  • નવસારી તાલુકો: 22 રસ્તાઓ બંધ
  • વાંસદા તાલુકો: 17 રસ્તાઓ બંધ
  • જલાલપોર તાલુકો: 16 રસ્તાઓ બંધ
  • ગણદેવી તાલુકો: 15 રસ્તાઓ બંધ
  • ચીખલી તાલુકો: 15 રસ્તાઓ બંધ
  • ખેરગામ તાલુકો: 4 રસ્તાઓ બંધ

(9:47 PM IST)