તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાંથી કુલ રૂ ૩.૯૩ લાખનો પ્રોહી. મુદ્દામાલ ઝડપી પાડતી એલ.સી.બી ટીમ નર્મદા
બાતમીના ધારે પોલીસે દરોડો અડીને દારૂ -બિયરનો જથ્થો ઝડપી પાડ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાંથી નર્મદા એલસીબી એ અંગ્રેજી દારૂનો લાખોનો મુદામાલ ઝડપી પાડ્યો છે
મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા શખ્શો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તથા નેસ્ત નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા સુચનાનાં પગલે પોલીસ ઇન્સપેક્ટર આર.જી. ચૌધરી, એલ.સી.બી. નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના માણસો ડેડીયાપાડા તથા સાગબારા આત૨૨ાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા
દરમ્યાન એમ.આર. વાળા, પો.સ.ઈ. એલ.સી.બી. નર્મદા નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે, ડેડીયાપાડા વૈકુંઠ ફળીયામાં રહેતા મુકેશભાઈ હર્ષદભાઈ તડવી તેમના ફળીયામાં આવેલ ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોય જે બાતમી હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા ભારતીય બનાવટનો અલગ અલગ કંપનીનો કંપની શીલબંધ વિદેશી દારૂ તથા ટીનબીયર મળી કુલ કીં.રૂ. ૩,૯૩,૧૧૮/-નો પ્રોહી. મુદ્દામાલ મળી આવતા કાયદેસ૨ કાર્યવાહી કરવામાં આવી છે.
આ ગુનામાં મુકેશભાઈ હર્ષદભાઈ તડવી (રહે.ડેડીયાપાડા, વૈકુંઠ ફળીયુ, તા.ડેડીયાપાડા, જી.નર્મદા) નાઓ ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ આદરી છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
