<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

વિરમગામના વલાણા ચંદ્રનગર ગામ પાસે નર્મદા માઈનોર કેનાલમાં એક ટ્રેક્ટર ખાબક્યું

કેનાલમાં ખાબકેલા ટ્રેક્ટરને બહાર કાઢવાની કવાયત સ્થાનિકો અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી

વિરમગામના વલાણા ચંદ્રનગર ગામ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં નર્મદા માઈનોર કેનાલમાં એક ટ્રેક્ટર ખાબક્યું હતું. મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રેક્ટર ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં કેનાલમાં ખાબકેલા ટ્રેક્ટરને બહાર કાઢવાની કવાયત સ્થાનિકો અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

(6:37 PM IST)