તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
સાગબારાના બોદવાવ ગામની સીમમાં વીજ પોલ પર ભડકો થતા ત્યાં મૂકેલા ટ્રેક્ટર, બળદ ગાડું સહિતની વસ્તુ બળી ગઈ
વીજ થાંભલા ઉપરના જમ્પરમાં ભડાકો થતા આગના તણખા જમીન ઉપર નીચે પડતા ખેતરના છેડા ઉપરના સુકા ઘાસમાં આગ લાગેલ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના બોદવાવ ગામની સીમમાં વીજ પોલ પર ભડકો થયા બાદ આગ પકડી લેતા ત્યાં મૂકેલી વસ્તુઓ બળી જતા નુકશાન થયું હતું.
મળતી માહિતી અનુસાર જાહેરાત આપનાર બાબુભાઈ મોવલીયાભાઈ વસાવા (રહે.બોદવાવ, તા.સાગબારા, જીલ્લો-નર્મદા) નાઓના બોદવાવ ગામની સીમમાં આવેલ ખેતરના વચ્ચેના છેડા ઉપર આવેલ વીજ થાંભલા ઉપરના જમ્પરમાં ભડાકો થતા આગના તણખા જમીન ઉપર નીચે પડતા ખેતરના છેડા ઉપરના સુકા ઘાસમાં આગ લાગેલ જે આગ પવનના કારણે પ્રસરી જતા ખેતરમાં રાખેલ મકાઈના ઘાસચારામાં તથા મહુડાના ઝાડ નીચે રાખેલ મહીન્દ્રા કંપનીનું ટ્રેકટર રજી.નંબર: GJ-36-R-8485 તથા ઘાસથી ભરેલ બળદગાળામાં આગ લાગી બળી જતા નુકશાન થયું હતું.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
