તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
માતેલા સાંઢની જેમ આવેલ ટ્રેક્ટર 3 વર્ષીય બાળક સાથે અથડાતા બાળકનું મોત
એકતાનગર પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામના બાળકનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત થતા ગામમાં અરેરાટી ફેલાઈ છે
મળતી માહિતી અનુસાર શર્મિલાબેન તે રાહુલભાઇ બાલુભાઇ જ તડવી ( રહે.કારેલી મંદીર ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ એ પોલીસ માં જાણ કર્યા મુજબ ટ્રેકટર રજી.નં.GJ-22-P-8369 ના ચાલક આશિષભાઇ ગિરિશભાઇ તડવી રહે.ડુરચા તા. ગરૂડેશ્વર જી.નર્મદા નાઓએ પોતાના કબ્જાનુ ટ્રેકટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના છોકરા પિયુષ રાહુલભાઇ તડવી ( ઉ.વ.૦૩) નાઓ સાથે એક્સિડન્ટ કરી માથાની જમણી બાજુ કાનથી ઉપરના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તથા જમણા કાનમાં તથા ડાબા પગે પીંડીના ભાગે ઇજા પહોચાડી સારવાર મળે તે પહેલા મોત નિપજાવી ગુનો કરતા એકતાનગર પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
