News of Tuesday, 14th July 2026
લખતરના મોતીસર તળાવમાં રમતા-રમતા અઢી વર્ષીય માસુમ બાળકનું પાણીમાં ડૂબી જવાથી કરૂણમોત
દાદા સાથે તળાવ પાસે રમતા બાળકનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો

લખતરના મોતીસર તળાવમાં રમતા-રમતા અઢી વર્ષીય આયાશ મહેરીયાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. સાંજના સમયે દાદા સાથે તળાવ પાસે રમતા બાળકનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. દાદાએ તેને બચાવવા તળાવમાં છલાંગ લગાવી હતી, પરંતુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા બાળકને તબીબોએ મૃત જાહેર કર્યું હતું. આ કરુણ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે લખતર પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમની તજવીજ હાથ ધરી છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
