તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
દાહોદમાં નવાવર્ષે અનોખી ગાય ગોહરીની પરંપરા : ગાયોના પગ નીચેથી પસાર થયા આદિવાસીઓ
- માન્યતા છે કે વર્ષ દરમિયાન ગાયમાતાને અજાણતાં કોઈ તકલીફ પહોંચી હોય તો તેમના પગ નીચેથી પસાર થઈ માફી માગવાથી ગાયમાતાના આશીર્વાદ મળે છે

દાહોદ જિલ્લામાં દિવાળીના પર્વ અને ખાસ કરીને નૂતન વર્ષના દિવસે વર્ષોથી ચાલી આવતી અનોખી ગાય ગોહરીની પરંપરા ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ગરબાડા, ગાંગરડી, ઝાલોદ સહિત દાહોદ શહેરમાં આ તહેવારનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે આદિવાસી પરિવારો પોતાની ગાયોને રંગબેરંગી શણગારથી સજાવીને ગામના મુખ્ય ચોકમાં લાવે છે, જ્યાં ગાયોની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ગાયોને દોડાવવામાં આવે છે અને આદિવાસીઓ તથા ખેડૂતો જમીન પર સૂઈ જાય છે, જેમાંથી ગાયો પસાર થાય છે. આ પરંપરા પાછળ એવી માન્યતા છે કે વર્ષ દરમિયાન ગાયમાતાને અજાણતાં કોઈ તકલીફ પહોંચી હોય તો તેમના પગ નીચેથી પસાર થઈ માફી માગવાથી ગાયમાતાના આશીર્વાદ મળે છે અને આગામી વર્ષ ખેતી તથા પરિવાર માટે સમૃદ્ધિભર્યું રહે છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
