તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
ધરમપુરના ટાંકી ગામે વિદ્યાર્થીનીને લેવા જઈ રહેલો વાનચાલક પાણીમાં તણાયો
ફાયર બ્રિગેડ, NDRF, સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા: યુવકની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ

વલસાડના ધરમપુરના ટાંકી ગામે ગંભીર દુર્ઘટના બની છે. શાળાએથી વિદ્યાર્થીનીને લેવા જઈ રહેલ અજય ઉર્ફે સંદીપ નામના વાનચાલકનો પુલ પાર કરતી વખતે પગ લપસતા તે પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, NDRF, સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે. હાલ યુવકની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે, જેને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ અકસ્માતમાં આસપાસના સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને બાળકીને હેમખેમ બચાવી લીધી છે, જ્યારે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયેલા વાનચાલકની શોધખોળ માટે એનડીઆરએફ (NDRF) ની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
