<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

પાટણમાં જગન્નાથજીની રથયાત્રા પુર્વે ભકિતમય માહોલમાં ગણેશ આશ્રમથી જળયાત્રા યોજાઇ

૧૦૮ કળશ અને વિવિધ ઓૈષધિઓથી ભગવાનનો વૈદિક મંત્રોચ્‍ચાર સાથે અભિષેક કરાયો

 (જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા.૩૦: શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પૂર્વે સોમવારે જળયાત્રા થી વિવિધ ધાર્મિક ઉત્‍સવોનો પ્રારંભ થયો છે. શહેરના આનંદ સરોવર નજીક આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભક્‍તિમય માહોલમાં ભવ્‍ય જળયાત્રા નીકળી હતી. આ યાત્રા વિવિધ માર્ગો પર ફરીને જગદીશ મંદિર પહોંચી હતી.

જળયાત્રા ગણેશ આશ્રમથી પ્રસ્‍થાન કરીને સુભાષચોક, જૂનાગંજ બજાર, હિંગળાચાચર, ઘીવટા નાકેથી બહુચર માતા મંદિર થઈ જગદીશ મંદિર પહોંચી હતી. મંદિર ખાતે પહોંચતા જ ઉપસ્‍થિત ભકતોએ ‘જય રણછોડ માખણ ચોર'ના નાદ સાથે તેનું સ્‍વાગત કર્યું હતું.ત્‍યારબાદ ભૂદેવોના શાષાોક્‍ત મંત્રોચ્‍ચાર વચ્‍ચે જગન્નાથ મંદિર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ સહિતના ધર્મપ્રેમી નગરજનોએજળયાત્રાના પવિત્ર પંચામળત જળથી ભગવાનનો મહાઅભિષેક કર્યો હતો.

શાષાોકત વિધિ મુજબ બ્રાહ્મ ણો દ્વારા વેદમંત્રોના ઉચ્‍ચારણ સાથે ભગવાન જગન્નાથજી,ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને આંખે પાટા બાંધી નેત્રોત્‍સવ વિધિ સંપન્ન કરવામાં આવી હતી.જગદીશ દ મંદિરના પૂજારી કનુભાઈ મહારાજે જણાવ્‍યું હતું કે, નષાપાટણ શહેરની જનતાના કલ્‍યાણ હેતુથી આ વર્ષે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું આયોજન કરાયું હતું.

ગણેશ આશ્રમ માંથી ૫૧ કુંવારી બહેનો દ્વારા કળશ લાવીને ૧૦૮ કળશ વડે ભગવાનનો જલાભિષેક કરવામાં આવ્‍યો હતો અને ભગવાનને ગજ વસ્‍ત્ર પહેરાવવામાં આવ્‍યું હતું. પૂજારી મહારાજે વધુમાં જણાવ્‍યું કે, ભગવાન હવેથી ૧૫ દિવસ માટે આરામમાં જશે અને આ સમયગાળા દરમિયાન મંદિરમાં ભકતો માટે દર્શન બંધ રહેશે. ભગવાનની આંખોની તબિયત બગડી હોવાથી આ ૧૫ દિવસ દરમિયાન મધ, ચરણામળત, આદુનું પાણી, લીંબુનું પાણી, જાંબુનું પાણી અને વિવિધ ઔષધિઓ દ્વારા તેમની સારવાર કરવામાં આવશે. ૧૫ દિવસ પછી ભગવાનના દર્શન નીજ મંદિરમાં પુનઃ શરૂ કરવામાં આવશે.પાટણ અને મહેસાણાના ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્‍ચાર વચ્‍ચે જુદી જુદી ઔષધિઓ, વનસ્‍પતિઓ, ગુલાબજળ, અત્તર, કેસરવાળું પાણી, જાંબુવાળું પાણી, ગંગાજળ અને ગૌમૂત્ર સહિતના પવિત્ર જળના ૧૦૮ કળશો દ્વારા ભગવાનનો મહાઅભિષેક સંપન્ન કરાયો હતો.જગન્નાથ મંદિર ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી અને રથયાત્રા સમિતિના કન્‍વીનર પિયુષભાઈ આચાર્ય સહિતના ટ્રસ્‍ટીઓએ નગરજનોને રથયાત્રા પૂર્વેના વિવિધ ધાર્મિક ઉત્‍સવોમાં સહભાગી બનવા આマવાન કર્યું હતું. 

(3:12 PM IST)