તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ઢોચકી ગામે મહિલાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ,એ બાબતે અનેક તર્ક વિતર્ક
લોક ચર્ચા મુજબ આ મહિલાની હત્યા કરી એને લટકાવવામાં આવી હતી, તો પોલીસે આત્મહત્યાનો ગુનો કેમ નોંધ્યો.?

(ભરત શાહ દ્વારા) નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ઢોચકી ગામમાં મહિલાએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ આમલેથા પોલીસે મથકે નોંધાઈ છે પરંતુ આ આત્મહત્યા નહીં બલ્કે મહિલાની હત્યા થઈ હોવાની વાત જાણવા મળી છે.
ઢોચકી ગામે સુમિત્રાબેન પુનિયાભાઇ વસાવાનાઓના ખેતર નજીક જંગલમાં બનેલી આ ઘટનામા મરનાર અંકીતાબેન વા/ઓ વિક્રમભાઇ વસાવા (ઉ.વ.૨૫)( રહે. જુનાઘાંટ તા.નાંદોદ જી. નર્મદા)નાઓ કોઇ અગમ્ય કારણોસર સાગના ઝાડ સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઇ મોતને ભેટ્યા હોય આમલેથા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.
જોકે ચર્ચાતી વાત મુજબ આ પરણિતા એ ફાંસો ખાઈ આત્મહત્યા નથી કરી બલ્કે તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહ ને ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યો છે. તો પછી પોલીસે આત્મહત્યા નો ગુનો કેમ દાખલ કર્યો..? એ તપાસ નો વિષય છે.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
