News of Wednesday, 7th October 2026
અમદાવાદના મણીનગરની નવી LG હોસ્પિટલના નિર્માણાધીન બિલ્ડિંગમાં દિવાલ ધરાશાયી થતા શ્રમિકનું મોત
આશરે 20 ફૂટ લાંબી અને 6 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી થઈ. કાટમાળ નીચે દટાતા શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું

અમદાવાદના મણીનગરની નવી LG હોસ્પિટલના નિર્માણાધીન બિલ્ડિંગમાં દિવાલ ધરાશાયી થતા 26 વર્ષીય શ્રમિક છોટુ મંડલનું મોત થયું છે. રેતી ચડાવવાનું કામ કરતા સમયે શ્રમિક પર દિવાલ ધરાશાયી થઈ હતી આશરે 20 ફૂટ લાંબી અને 6 ફૂટ ઊંચી દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દટાતા શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાના આશરે 3 કલાક બાદ મણીનગર પોલીસને જાણ કરાઈ હતી સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ છે . દિવાલ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસની તપાસ ચાલુ છે .
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
