<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં યુવકે આપઘાત કર્યો

મૂળ ઉત્તર પ્રદેશનો યુવક જામનગરથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેનમાં સવાર થઈ અમદાવાદ આવ્યો હતો:અમદાવાદ પહોંચ્યા બાદ યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતું હોવાની પોલીસને ફરિયાદ કરી હતી

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કરતા ચકચાર મચી છે. પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં યુવકે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશનો યુવક જામનગરથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેનમાં સવાર થઈ અમદાવાદ આવ્યો હતો. ગઈકાલે અમદાવાદ પહોંચ્યા બાદ યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતું હોવાની પોલીસને ફરિયાદ કરી હતી. યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું પ્રાથમિક અનુમાન છે. દરમિયાન વહેલી સવારે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં યુવકે આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને યુવકના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

(6:28 PM IST)