હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બનાસકાંઠાના અમીરગઢના ઈકબાલગઢ બનાસ બ્રિજ પર ટેન્કર સાથે બાઇક અથડાતા યુવકનું મોત
બ્રિજ પર કોન્ટ્રાક્ટરે બેદરકારીપૂર્વક મૂકેલા પાણીના ટેન્કર સાથે બાઈક અથડાતાં 30 વર્ષીય વાસુભાઈ ડામોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું: સ્થાનિક રહીશોમાં રોષની લાગણી

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ખાતે આવેલા બનાસ બ્રિજ પર એક અત્યંત દુખદ અને ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, બ્રિજ પર સમારકામ માટે પાણીનું ટેન્કર લાવવામાં આવ્યું હતું, જેને બેદરકારીપૂર્વક રસ્તા પર જ મૂકી દેવાયું હતું. રાત્રિના અંધારામાં આ ટેન્કરની આગળ કે પાછળ કોઈપણ પ્રકારના બેરિકેડ કે ચેતવણી આપતા સૂચનાત્મક નિશાન (રિફ્લેક્ટર) મૂકવામાં આવ્યા ન હતા. આ અંધારા અને લાપરવાહીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ અકસ્માતમાં રબારીયા ગામના રહેવાસી અને અમીરગઢના 30 વર્ષીય વાસુભાઈ ડામોર પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. અચાનક ટેન્કર સાથે બાઈક અથડાવાને કારણે વાસુભાઈનું ગંભીર ઈજાઓને લીધે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક વાસુભાઈ ઈકબાલગઢમાં પોતાના એક પરિચિતને મળવા આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
