<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટિકિટ વગર મુસાફરી કરતા એક યુવકે દંડથી બચવા માટે પર્સ ચોરાયાનું ખોટું નાટક કર્યું

રેલવે અધિકારીઓએ યુવકને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો અને નિયમ મુજબ દંડ ફટકારી પાઠ ભણાવ્યો

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટિકિટ વગર મુસાફરી કરતા એક યુવકે દંડથી બચવા અનોખું નાટક રચ્યું હતું. યુવકે પોતાનું પર્સ ચોરાઈ ગયું હોવાની વાત કરીને રેલવે કર્મચારીઓને દોડતા કર્યા હતા. જોકે, રેલવે કર્મચારીઓએ તપાસ હાથ ધરતાં યુવક ટિકિટ વગર મુસાફરી કરતો હોવાનું સામે આવ્યું હતું. દંડથી બચવા માટે પર્સ ચોરાયાનું ખોટું નાટક કરનાર યુવકની ચાલાકી આખરે પકડાઈ ગઈ હતી. ત્યારબાદ રેલવે અધિકારીઓએ યુવકને તેની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો અને નિયમ મુજબ દંડ ફટકારી પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાને પગલે રેલવેમાં ટિકિટ વગર મુસાફરી કરનારાઓ સામેની કાર્યવાહી ફરી ચર્ચામાં આવી છે.

(7:20 PM IST)