તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલય બહાર મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં એક યુવકનું મોત :અન્ય એકને ઈજા
ઘટનામાં અનેક વાહનોને નુકસાન થયું રસ્તો બ્લોક થયો અને ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી

અમદાવાદ: શહેરમાં લાલ દરવાજાની ઘટનાના બીજા જ દિવસે ખાનપુર વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલયની બિલકુલ બહાર એક વર્ષો જૂનું મહાકાય વૃક્ષ અચાનક રોડ પર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલો એક યુવાન ઝાડના તોતિંગ થડ અને ડાળીઓ નીચે કમકમાટીભરી રીતે દબાઈ ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ તેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે.
ગઈકાલે એટલે કે 8 જુલાઈના રોજ સાંજના સમયે લાલ દરવાજા વિસ્તારમાં સરદારબાગની સામે આવેલા પે એન્ડ પાર્કિંગમાં એક વિશાળ વૃક્ષ પડવાની ઘટના બની હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં, સતત બીજા દિવસે એટલે કે 9 જુલાઈએ ફરી ઝાડ પડવાની ઘટના બની છે.
ગઈકાલના ઘટનાસ્થળથી માત્ર 100 મીટર દૂર જ ખાનપુર ભાજપ કાર્યાલય અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણાની ઓફિસની બહાર જ ચાની કિટલી પાસે આવેલું આ વિશાળ વૃક્ષ અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું, જેના કારણે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
