<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

આધાર હાઉસિંગ ફાઇનાન્‍સના નફામાં ૨૨ ટકાની વૃદ્ધિ, AUMમાં ૨૦ ટકાની વૃદ્ધિ

અમદાવાદઃઆધાર હાઉસિંગ ફાઇનાન્‍સ લિમિટેડએ ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે એના ઓડિટ થયેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. આધાર હાઉસિંગ ફાઇનાન્‍સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્‍ટર (એમડી) અને ચીફ એક્‍ઝિકયુટિવ ઓફિસર (સીઇઓ) શ્રી રિષિ આનંદે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ નાણાકીય વર્ષની કામગીરી પર ટિપ્‍પણી કરીને કહ્યું હતું કે આધાર હાઉસિંગ ફાઇનાન્‍સે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં મજબૂત કામગીરી કરી છે, જે કંપનીની સાતત્‍યપૂર્ણ વળદ્ધિ અને એસેટની સ્‍થિર ગુણવત્તાને દર્શાવે છે. સાથે સાથે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ચોથા ત્રિમાસિક ગાળામાં કંપનીની એસેટ અંડર મેનેજમેન્‍ટ (AUM) રૂા. ૩૦,૦૦૦ વટાવી ગઈ હતી, જે અત્‍યાર સુધી કોઈ પણ ત્રિમાસિક ગાળામાં તેની સૌથી વધારે AUM હતી. ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ કંપનીની AUM રૂા.૩૦,૫૭૧ કરોડ હતી, જેમાં વાર્ષિક ધોરણે ૨૦ ટકાનો વધારો થયો હતો

(12:13 PM IST)