તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ પોતાના નાના ભાઈ શાંતિલાલ વસાવાની મુલાકાત લીધી
ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર ચૈતર વસાવાના ભાઈ નવી સિવિલ હોસ્પિટલના આઇસીયુમાં સારવાર હેઠળ: તબિયતમાં સુધારો નહીં થાય તો ચૈતર વસાવાના ભાઈને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાશે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને નાના ભાઈની ખબર અંતર પૂછવા ને સંભાળ લેવા માનનીય સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળતા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સુપ્રીમ કોર્ટનો આભાર વ્યક્ત કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોતાના નાના ભાઈની સંભાળ લેવા માટે આવ્યા છે. તેમના ભાઈની તબિયતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ચૈતર વસાવાને ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા છે, જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ પહોંચીને ડૉક્ટરો સાથે ચર્ચા કરી છે. છેલ્લા ૧૨ દિવસથી તેમના નાના ભાઈ હોસ્પિટલમાં લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર સતત જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ દર્દીનો જીવ બચાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવીને મહેનત કરી છે, જે બદલ અમે ડૉક્ટરોનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ડૉક્ટરોની હાલની સ્થિતિ અંગેની માહિતી મુજબ, હજુ પણ દર્દીની હાલત ક્રિટિકલ છે અને આગામી બે-ત્રણ દિવસ સુધી તેમને આ જ ટ્રીટમેન્ટ પર રાખવામાં આવશે. જો તેઓ રિકવર નહીં થાય તો જરૂર પડ્યે અન્ય મોટી હોસ્પિટલમાં ખસેડીને આગળની ટ્રીટમેન્ટ કરાવવા માટે ડૉક્ટરો દ્વારા સૂચવવામાં આવ્યું છે. અમે લોકો પણ આ બે દિવસ ડૉક્ટરો સાથે ચર્ચા કરીશું અને જરૂર જણાશે તો દિલ્હી કે મુંબઈ અથવા જ્યાં પણ ઉત્તમ સારવાર શક્ય હોય ત્યાં લઈ જઈને એમને ફરીથી સામાન્ય જીવન જીવતા કરવા અને તબિયત સુધારવાના તમામ પ્રયત્નો કરીશું. ચૈતરભાઈ લાંબા સમયથી જેલમાં હોવાથી પરિવાર માટે આ ખૂબ જ દુખદ ઘટના છે; પરિવારના મોટા ભાઈ તરીકે તમામ જવાબદારી ચૈતરભાઈની હોય ત્યારે આવી સ્થિતિ સર્જાવી સૌના માટે ચિંતાનો વિષય છે. આ ત્રણ દિવસ તેઓ અહીં રહીને ભાઈની તબિયતનું સતત મોનિટરિંગ કરશે. મુલાકાત અને દેખરેખ માટે સમય આપવા બદલ અમે સુપ્રીમ કોર્ટનો તેમજ હોસ્પિટલના તમામ સાથીઓ અને ડૉક્ટરોનો વિશેષ આભાર માનીએ છીએ
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
