<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

ઉચ્‍ચ શૈક્ષણિક સંસ્‍થાઓમાં ૧૭મીએ ‘આશીર્વાદના દીવડા' કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇની રપ વર્ષની ઉપલબ્‍ધિ નિમિતે વિવિધ આયોજન

રાજકોટ, તા. ૯: ગુજરાત સરકારે સેવા અને સમર્પણનાં ૨૫ વર્ષ અંતર્ગત કરવાના કાર્યક્રમો અંગે પરિપત્ર પ્રસિધ્‍ધ કર્યો છે. ઉચ્‍ચ શિક્ષણ કમિશનર કચેરીના નાયબ નિયામકે વડાપ્રધાનશ્રીનાં સેવા અને સમર્પણનાં ૨૫ વર્ષની ઉપલબ્‍ધિ પ્રસંગે આપની કક્ષાએથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું થાય છે.

G3Q લોન્‍ચીંગઃ આ કાર્યક્રમના ખાસ વિષયો નીચે મુજબ છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીજીના ૨૫ વર્ષના નેતળત્‍વમાં કરાયેલ સેવા કાર્યો., વિકસિત ભારત સંકલ્‍પના. G3Q ત્રણ કક્ષાએ રમવામાં આવશે- તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ેરાજ્‍ય કક્ષાએ, ઉપરોક્‍ત ૩ કક્ષાએ ૩ વર્ગના ઉમેદવારો ભાગ લેશે.

સ્‍માર્ટ ગુજરાત હેકાથોન ૨૦૨૬

આ હેકાથોનનું આયોજન ૦૧ સપ્‍ટેમ્‍બરથી ૩ ડિસેમ્‍બર ૨૦૨૬ દરમિયાન કરવામાં આવેલ છે જેમાં આપની યુનિવર્સીટીમાંથી વધુને વધુ વિદ્યાર્થીઓ શિક્ષણને લગતા પ્રોબ્‍લેમ સ્‍ટેટમેન્‍ટ રજૂ કરે અને સમાધાન મેળવે તેવી અપેક્ષા છે.

આશીર્વાદના દીવડા કાર્યક્રમ

આ અંતર્ગત તા.૧૭ ના રોજ સાંજે ૦૭ થી ૦૮ કલાકે દરેક કોલેજ/હોસ્‍ટેલ અને યુનિવર્સીટી તેમજ ઉચ્‍ચ શિક્ષણ સાથે સંકળાયેલી તમામ સંસ્‍થાઓમાં કાર્યક્રમ કરી આ અંગેનો ફોટોગ્રાફસ સહિતનો અહેવાલ સરકારમાં કરવાનો રહેશે.

સ્‍વચ્‍છતા અભિયાન

આ અંતર્ગત સ્‍વચ્‍છતાને એક ઝુંબેશ સ્‍વરૂપે લઇ આ અંગે અત્રેની કચેરી દ્વારા અગાઉ નિયત કર્યા મુજબની કામગીરી કરવાની રહેશે. દરેક યુનિવર્સીટીમાં સેવા અને સમર્પણનાં ૨૫ વર્ષની થીમ તેમજ વિવિધ લોક ઉપયોગી યોજનાઓ આધારિત ચિત્રોનું આયોજન કરવાનું રહેશે. તેમજ આ ચિત્રો સારી અગ્રણી જગ્‍યાએ અને વધુ લોકો તેને જોઈ શકે તેવી જગ્‍યાએ હોવા જોઈએ. તેમ પરિપત્રમાં જણાવાયું છે.

(3:14 PM IST)