તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી આવ્યાનો ABVP દ્વારા આક્ષેપ
વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ભોજન મળી રહે તે શિક્ષણ સંસ્થાની જવાબદારી હોવાનું ABVPએ જણાવ્યું

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલની મેસમાં ABVP દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન મેસમાંથી એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી મળી આવ્યાનો ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ભોજન મળી રહે તે શિક્ષણ સંસ્થાની જવાબદારી હોવાનું ABVPએ જણાવ્યું છે. ભોજનની ગુણવત્તા અને સલામતી મામલે કોઈપણ પ્રકારની બેદરકારી સ્વીકાર્ય ન હોવાનો પણ ABVPએ ઉલ્લેખ કર્યો છે. મેસમાં નિર્ધારિત સમયે નિયમિતપણે ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને તેની સમયમર્યાદાની ચકાસણી કરવી જરૂરી હોવાનું ABVPએ જણાવ્યું છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મેસ સંચાલનમાં યોગ્ય તકેદારી રાખવાની માગ પણ કરવામાં આવી છે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
