તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 16th April 2026
યુદ્ધને કારણે એસીના ભાવમાં ૫ ટકાનો વધારો
જીએસટી ૨.૦માં મળેલી રાહત ધોવાઈ

અમદાવાદ તા.૧૬: જીએસટી ૨.૦માં મળેલી રાહત એરકન્ડીશનર્સ સેગમેન્ટમાં ડિસ્કાઉન્ટ થઇ ચૂકી છે એટલું જ નહિ પヘમિ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભાવ સરેરાશ પાંચ ટકા સુધી વધ્યાં છે. યુદ્ધના કારણે કાચા માલની કિમતોમાં વધારો થયો છે જોકે હજુ તેની મોટી અસર આવી નથી. ઇન્ડસ્ટ્રીઝ છેલ્લા પાંચ વર્ષથી સરેરાશ ૧૫ ટકાનો વાર્ષિક ગ્રોથ મેળવી રહી છે અને આ વર્ષે યુદ્ધની અસર, ભાવ વધારો તેમજ ક્લાઇમેટ ચેન્જ છતાં ગ્રોથ જળવાવાનો આશાવાદ બ્લુ સ્ટાર લિમિટેડના એમડી બી. થિયાગરાજને દર્શાવ્યો હતો. દેશમાં ૧૫ ટકાના ગ્રોથની સામે ગુજરાતમાં ૧૬-૧૮ ટકા સુધીનો મજબૂત ગ્રોથ રહ્યો છે.
ભારતમાં રૂમ એર કન્ડીશનર ઉદ્યોગ સતત માળખાકીય વૃદ્ધિનો અનુભવ કરી રહ્યો છે. વધતી આવક, ઝડપી શહેરીકરણ અને હવામાનમાં વધતી ગરમી જેવી પરિસ્થિતિઓનો આધાર મળ્યો છે. આ ક્ષેત્રનું કદ અંદાજે ૧૪૦ લાખ યુનિટ્સથી વધીને ૨૦૩૦ સુધીમાં અંદાજે ૩૦૦ લાખ યુનિટ્સ સુધી પહોંચવાની સંભાવના છે. ટિયર ૩, ૪ અને ૫ શહેરો હવે વૃદ્ધિના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે અને તેઓ ટિયર ૧ અને ૨ શહેરોની તુલનામાં વધુ ઝડપથી વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. બ્લુ સ્ટાર કંપની માટે દેશમાં ગુજરાત ટોપ થ્રીમાં સામેલ છે. અને દેશમાં કુલ વેચાણમાં સરેરાશ ૯ ટકા હિસ્સો રહેલો છે. કંપનીએ સમર ૨૦૨૬ માટે રૂમ એર કન્ડીશનર્સની નવી રેન્જ રજૂ કરી છે, જેના દ્વારા ભારતમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ કૂલિગ ક્ષેત્રમાં કંપનીની હાજરી વધુ મજબૂત બનશે. આ વ્યાપક પોર્ટફોલિયોમાં કુલ ૧૨૫ રૂમ એર કન્ડીશનર મોડલ્સનો સમાવેશ થાય છે, જેમાં ફલેગશિપ પ્રીમિયમ રેન્જ પણ સામેલ છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
