<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

નર્મદા જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

વાતાવરણની ગંભીરતા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ આદેશ જાહેર

નર્મદા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે. વાતાવરણની ગંભીરતા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ 1 ઓગસ્ટના રોજ પણ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને રજા જાહેર કરવામાં આવી છે.

(9:22 PM IST)