તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
સુરતના ઉધના વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર રોડ નજીક બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો
અચાનક ટ્રેક્ટરનું સ્ટેરીંગ તૂટી જવાને કારણે ટ્રેક્ટર અધવચ્ચે જ બંધ પડી ગયું :પાછળ આવતી બસના ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ સીધી ટ્રેક્ટર પાછળ ધડાકાભેર ભટકાઈ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર રોડ નજીક બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ચાલુ રસ્તા પર અચાનક ટ્રેક્ટરનું સ્ટેરીંગ તૂટી જવાને કારણે ટ્રેક્ટર અધવચ્ચે જ બંધ પડી ગયું હતું. આ દરમિયાન ટ્રેક્ટરની પાછળ જ આવી રહેલી બસના ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ સીધી ટ્રેક્ટર પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતને પગલે બસને ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.અકસ્માતના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા જેથી ભારે ટ્રાફિકજામ થયો હતો.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
