<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

ડીસા-પાટણ હાઈવે પર આસેડા ગામ નજીક સ્કોર્પિયો અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત:એક યુવાનનું ઘટના સ્થળે મોત

કારમાં સવાર બે બાળકો સહિત અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ડીસા-પાટણ હાઈવે પર આસેડા ગામ નજીક સ્કોર્પિયો અને સ્વિફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઝાબડિયા ગામના 22  વર્ષીય અરવિંદ વાલજી પરમારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ ઉપરાંત કારમાં સવાર બે બાળકો સહિત અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ. અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(9:58 PM IST)