<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

વડોદરાના મકરપુરા મુખ્ય માર્ગ પર એરફોર્સ ત્રણ રસ્તા પાસે અકસ્માત: બાઈક સવાર યુવકને ગંભીર ઇજા

યુવકની બાઈક ટેલિફોન પેનલ સાથે અથડાતા તેને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

વડોદરાના મકરપુરા મુખ્ય માર્ગ પર એરફોર્સ ત્રણ રસ્તા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક સવાર યુવકની બાઈક ટેલિફોન પેનલ સાથે અથડાતા તેને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જનરક્ષક 112ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

(1:13 PM IST)