તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th November 2026
નર્મદા જિલ્લામાં અકસ્માતોની વણઝાર : એક જ દિવસે થયેલા અકસ્માતોમાં ત્રણ વર્ષની બાળકી સહિત કુલ ચારના મોત નિપજ્યા
નવસારી જિલ્લામાંથી દેવમોગરા મંદિરે દર્શન કરી પરત જતા પરિવારની ફોર વ્હીલ ગાડી ઝાડ સાથે અથડાતા આઠ ને ઇજા, એકનું મોત

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર થયેલા અકસ્માતમાં કેટલાકના મોત તો કેટલાકને ગંભીર ઈજાઓ થવાના ઘટના પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના પાડા ગામ નજીક થયેલા અકસ્માતમાં એક પરિવારના લોકો ફોર વ્હીલ ગાડી નંબર-GJ-21-Y- 1195 માં બેસી દેવમોગરા ખાતે દર્શન કરવા આવેલા અને ત્યાંથી પરત ઘરે જતા હતા તે વખતે વાહન ગાડીના ચાલક દિવ્યેશભાઇ મહેંદ્રભાઇ ગામીત નાઓએ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પાડા ગામ નજીક વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે અથાડી દઇ ગાડીને પલટી ખવડાવી પોતાને તથા પાછળ બેઠેલા ધર્મેશભાઇ જનાસીંગભાઈ ગામીત નાઓને કપાળના ભાગે તેમજ રજનેશભાઇ ગોપાલભાઈ ગામીત નાઓને કપાળના ભાગે તથા પ્રિયાશભાઇ જયલેશભાઇ ગામીત નાઓને કપાળના જમના ભાગે તથા પ્રકાશભાઇ ગુલાબભાઈ ગામીત નાઓને ડાબા કાનના ભાગે તેમજ ડાબા હાથના કાંડાના ભાગે તથા પ્રિકેશભાઇ સંજયભાઇ ગામીત નાઓને ડાબા હાથની કોણીના ભાગે તથા વિશાલભાઇ અશોકભાઇ પટેલ ડાબા ખબા ભાગે તથા વિરલભાઇ અશોકભાઇ પટેલ નાઓને કપાળના ભાગે ઇજાઓ પહોંચાડી તેમજ સાથેના જયેશભાઇ ઠાકોરભાઇ ગામીત ને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પર મોત નિપજાવી ગુનો કરતા સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે
જ્યારે બીજો અકસ્માત તિલકવાડાના ભાદરવા ગામ ના બસ સ્ટેન્ડ પાસે થયો જેમાં રાજેશભાઈ નાનજીભાઈ તડવી( રહે, આમશેલી, બંગલ્યુ ફળિયું, તા.નસવાડી) નાઓએ આપેલ ફરીયાદ મુજબ એક ફોરવ્હીલ ગાડી નંબર GJ-01-28-8625 ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી ફરીયાદીના ભાઈ પરેશભાઈ નાનજીભાઈ તડવી તેમજ ત્રણ વર્ષની ભત્રીજી અવનીબેન તેમજ ભાભી અનિતાબેનની મોટરસાઇકલ નંબર GJ-34-A- 6632 સાથે એકસીડન્ટ કરી પરેશભાઈને માથાના ભાગે તથા બંને પગે ગંભીર ઇજાઓ પહોંચાડી સારવાર દરમિયાન મોત નિપજાવી તથા અવનીબેનને ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તથા અનિતાબેનને માથાના ભાગે બંને પગે તથા કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી ગુનો કરતા તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.
જ્યારે ત્રીજો અકસ્માત તિલકવાડા તાલુકાના શિરા ગામની સીમમા ભુત મામાના મંદિરની પાસે થયો જેમાં જીવણભાઇ વિઠ્ઠલભાઇ ભીલ(રહે.શિરા તા.તિલકવાડા જી.નર્મદા) ની ફરિયાદ મુજબ એક પીકઅપ ગાડી નં.GJ- 34-T-2745 ના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી ફરીયાદીના કુટુમ્બી ભાઇ રામચંદ્ર ગોપાલભાઇ ભીલ( રહે. શિરા તા. તિલકવાડા જી.નર્મદા )ની મોટર સાઇકલ નં.GJ-22-5-7310 સાથે એકસીડન્ટ કરી રામચંદ્રભાઈને માથાના ભાગે ગંભીર ઇજા તથા શરીરે ઓછી વત્તી ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કરતા તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
