તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ડાંગના વધઈ પંથકમાંથી ગાંજાના વાવેતરના મોટો જથ્થા સાથે આરોપી ઝડપાયો : 30.97 કિલો ગાંજો સહીત રૂ.15.48 લાખનો મુદ્દામાલ જપ્ત
ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વઘઈ પોલીસની ટીમે સપાટો બોલાવ્ય: ડાંગ જિલ્લામાં અત્યાર સુધીનો સૌથી મોટી રકમના ગાંજાના વાવેતરનો કેસ

ડાંગ :પોલીસ મહાનિરીક્ષક, પ્રેમવીર સિંહ (IPS), સુરત વિભાગ, સુરત નાઓએ “નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત” અભિયાન હેઠળ માદક પદાર્થોના ઉત્પાદન તેમજ સેવનને નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક, પૂજા યાદવ, ડાંગ-આહવા નાઓ દ્રારા નાર્કોટીક્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા તેમજ ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનુ સેવન, વાવેતર, હેરાફેરી કરતા ઇસમો વિરુધ્ધ સખ્ત કામગીરી કરવા સુચના કરેલ હોય તેઓના સીધા માર્ગદર્શન હેઠળ વઘઈ પો.સ્ટે. પો.ઇન્સ. એ.એ.ચાવડા તથા વઘઈ પો.સ્ટે.ની ટીમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ ઇન્સ, જે.જી.અનડકટ તથા એલ.સી.બી. ટીમ દ્રારા સંયુકત રીતે વર્કઆઉટ કરવામાં આવેલ જે અન્વયે વઘઈ પો.સ્ટે. પો.ઇન્સ. એ.એ.ચાવડા તથા એલ.સી.બી. પો.સબ ઇન્સ. જે.જી.અનડકટ નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે, “વઘઇ તાલુકાના બરડા ગામના રહીશ હરીભાઇ રડકેભાઇ રાઠોડ નાએ પોતાના રહેણાંક ઘરના પાછળના વાડામાં વનસ્પતિ જન્ય (લીલા ગાંજા)ના છોડ વાવેલ છે.” જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હરીભાઇ રડકેભાઇ રાઠોડ( ઉ.વ.-૪૦ )( રહે.-બરડા ગામ, તા.-વઘઈ, જિ.-ડાંગ વાળા)એ ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં કોઇને શંકા ન જાય તે રીતે મકાઇ, ભીંડા, કાકડી તેમજ ખરસાટાના છોડની વચ્ચે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના ૦૩ ફુટથી ૧૩ ફુટ ઉંચાઇના નાના મોટા છોડ નંગ-૦૭ નું વાવેતર કરેલ હોય જેનું કુલ વજન- ૩૦.૯૭ કિ.ગ્રા., કિં.રૂ. ૧૫,૪૮,૫૦૦/-નું હોય જે મુદ્દામાલ કબ્જે કરી આરોપી પકડી પાડેલ હોય માદક પદાર્થોની બદી સામેના “નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત” અભિયાનમાં મહત્વની સફળતા મેળવેલ છે.
પકડાયેલ આરોપી:
હરીભાઇ રડકેભાઇ રાઠોડ, ઉ.વ.-૪૦, રહે.-બરડા ગામ, તા.-વઘઈ, જિ.-ડાંગ
ગુન્હાની વિગત:
વઘઈ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૭૨૬૦૫૩૪/૨૦૨૬, એન.ડી.પી.એસ. એક્ટ-૧૯૮૫ કલમ-૮(બી), ૮(સી), ૨૦(એ)(૧), ૨૦(બી)(૨)(સી) મુજબ.
પકડાયેલ મુદ્દામાલ:
વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના વાવેતર કરેલા ૦૩ ફુટથી ૧૩ ફુટ ઉંચાઇના નાના મોટા છોડ નંગ-૦૭,
કુલ વજન- ૩૦.૯૭ કિ.ગ્રા., કિં.રૂ.- ૧૫,૪૮,૫૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:
વઘઈ પો.સ્ટે. ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ
૧. PI એ.એ.ચાવડા, ૧. PSI જે.જી.અનડકટ,
૨. ASI સંતોષભાઇ સજનભાઇ કુરકુટીયા, ૨. ASI રમેશભાઇ બાળુભાઇ પવાર,
૩. HC જયરામભાઇ સીમગુભાઇ ભોયે, ૩. ASI પ્રમોદભાઇ ગનસુભાઇ નીવર,
૪. HC અશોકભાઇ ભાવસારભાઇ ધુમ, ૪. HC દીનેશભાઇ પાંડુભાઇ ગાંગોર્ડા,
૫. HC રાકેશભાઇ શૈલેષભાઇ ગાંગોર્ડા, ૫. PC ચંદુભાઇ રાજલભાઇ ગાવીત,
૬. HC રાજેશભાઇ યશવંતભાઇ બાગુલ, ૬. PC હિનયભાઇ સુરેશભાઇ ગાઈન,
૭. PC અશોકભાઇ મગનભાઇ પટેલ,
૮. ડ્રા.ASI રામદાસભાઇ લખુભાઇ પાડવી.
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
