તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
સુરતના સલાબતપુરા વિસ્તારમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવાયો : 60.000નો મુદામાલ જપ્ત : જુઓ વિડિયો
મોમનાવાડ સલાબતપુરમાં તૈયાર પાન નામની દુકાનમાં દરોડો પાડીને સુરત એસઓજીએ આરોપીને મુદામાલ સાથે દબોચી લીધો

સુરત :પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે ચાલુ કરેલ "NO DRUGS IN SURAT CITY અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સીગરેટ, હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, તથા ઈ-હુક્કાનુ વેચાણ કરવામાં આવી રહેલ છે. જેના જેથી આવા રી-ટેઈલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા-દુકાનદારોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરનાઓએ સુચનાઓ આપેલ તે અનુસાર નાયબ પોલીસ કમિશ્નર રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી.ના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.સોનારા એસ.ઓ.જી. નાઓની સુચના મુજબ કામગીરી કરવામાં આવેલ છે.
ઉપરોક્ત સુચના આધારે એસ.ઓ.જી.ના અધિકારી/માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નીંગ વિનાની સીગરેટ, ઈ-સીગરેટ તથા ઈ-હુક્કાનુ વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડકટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી.
આ દરમ્યાન સુરત શહેર એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. યુવરાજસિહ સામંતસિંહ તથા અ.હે.કો. જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમી આધારે મોમનાવાડ સલાબતપુરા સુરત દુકાન નં ૩/૨૫૩૫ તૈયાર પાન સેન્ટર નામની દુકાનમાં રેઈડ કરી આરોપી (૧) ગુલામ મોઇનનોદિન ગુલામ સાબીર રાજભરા ઉ.વ.૨૪ ધંધો- નોકરી રહે.ઘર ન ૩/૨૬૮૮ મોમનાવાડ પહેલા તબુત પાસે સલાબતપુરા સુરત વાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગે.કા. રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની ઇ-સિગારેટ ELFBAR TRIO, ELFBAR RAYA D1, ELFBAR RAYA D3 કંપનીની ઇ-સિગારેટ નંગ-૧૪ જે તમામની કુલ્લે કિ.રૂ.૬૦,૦૦૦/-ની મતાનો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઈસમો વિરૂધ્ધમાં કલમ- THE PROHIBITION OF ELECTRONIC CIGARETTES (PRODUCTION, MANUFACTURE, IMPORT, EXPORT, TRANSPORT, SALE, DISTRIBUTION, STORAGE AND ADVERTISEMENT ACT 2019 ની કલમ ૪.૫.૭,૮ મુજબ. સલાબતપુરા પો.સ્ટે. ગુ.ર.નં. ૦૬૬૪/૨૦૨૬ થી ગુનો રજીસ્ટર કરાવેલ છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
