હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th July 2026
સુરતમાં દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારવાનો આરોપ: શિક્ષક સામે વાલીઓનો ભારે રોષ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 190માં શિક્ષક પર 6 વર્ષના દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો

સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 190માં શિક્ષક પર 6 વર્ષના દિવ્યાંગ વિદ્યાર્થીને માર મારવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પરિવારના આક્ષેપ મુજબ હૃદયની બીમારી ધરાવતા બાળકને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલે વાલીઓએ શિક્ષક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઘટનાને ગંભીરતાથી લઈ શિક્ષણ સમિતિએ તપાસ માટે કમિટીની રચના કરી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે તપાસમાં શિક્ષક દોષિત સાબિત થશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
