તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
અમદાવાદના નિકોલમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ અને ₹6.35 લાખનો દંડ ફટકારાયો
આરોપીએ બાળકીને સમોસા અપાવવાની લાલચ આપી દુકાને લઈ જઈ નાસ્તો કરાવ્યો બાદ પોતાના ઘરની પાછળ આવેલા એકાંત સ્થળે લઈ ગયો અને તેની સાથે કુકર્મ આચર્યું

અમદાવાદના નિકોલ વિસ્તારમાં વર્ષ 2020માં 9 વર્ષની નિર્દોષ બાળકીને સમોસાની લાલચ આપીને દુષ્કર્મ આચરવાના જઘન્ય કિસ્સામાં અમદાવાદ ગ્રામ્યની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી મુકેશ પઢીયારને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા અને ₹6.35 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે દંડની આ તમામ રકમ પીડિત બાળકીને વળતર સ્વરૂપે આપવામાં આવશે.
મળતી વિગતો મુજબ, રાજસ્થાનનો વતની આરોપી મુકેશ પઢીયાર અને પીડિત 9 વર્ષની બાળકીના ઘર સામ-સામે આવેલા હતા. ઘટનાના દિવસે આરોપીએ બાળકીને સમોસા અપાવવાની લાલચ આપી હતી અને પહેલાં તેને દુકાને લઈ જઈ નાસ્તો કરાવ્યો હતો. ત્યારબાદ તે બાળકીને પોતાના ઘરની પાછળ આવેલા એકાંત સ્થળે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે કુકર્મ આચર્યું હતું.
આ દરમિયાન આરોપીએ બાળકી સાથે શારીરિક હિંસા પણ કરી હતી અને જો તે કોઈને આ અંગે જણાવશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ બાળકી અત્યંત ડરેલી અને રડતી હાલતમાં ઘરે પહોંચી હતી. તેની માતાએ આ અંગે પૂછપરછ કરતા બાળકીએ પોતાની સાથે બનેલી આખી આપવીતી જણાવી દીધી હ
પરિવારજનોએ તુરંત નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે આરોપી સામે ભારતીય દંડ સંહિતા, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકીનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું, જેમાં શારીરિક હિંસા અને દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી
આ કેસ સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલવા પર આવતાં સરકારી વકીલ ભરતસિંહ સી. રાઠોડે ધારદાર દલીલો કરી હતી અને કોર્ટ સમક્ષ 18 સાક્ષીઓ તેમજ 25 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. તેમણે રજૂઆત કરી હતી કે આરોપીએ એક નાદાન બાળકી સાથે અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હોવાથી સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા થવી જોઈએ. સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ બી.એસ. મહેતાએ તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાને રાખી આરોપીને આજીવન કેદ અને ₹6.35 લાખના દંડની સજા સંભળાવી હતી.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
