તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 16th May 2026
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સુરત સિવિલ હોસ્પિટલ મુલાકાત બાદ કાર્યવાહી : અસંતોષકારક સ્થિતિ અને બેદરકારી ધ્યાને આવતા સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. ધારિત્રી પરમારની તાત્કાલિક અસરથી વડોદરા બદલી : સુરત સિવિલ હોસ્પિટલનો ચાર્જ ડો. પારૂલ વડગામાને સોંપાયો
ડો. પારુલ વડગામાને સુરત નવી સિવિલના તબીબી અધિક્ષકનો વધારાનો હવાલો સોંપાયો, ડો. આર.જી. ઐયરને ડીનના વધારાના હવાલામાંથી મુક્તિ, આરોગ્ય વિભાગે 16 મેના રોજ અધિસૂચના બહાર પાડી : રાજ્ય સરકારે જાહેર હિતમાં તાત્કાલિક અસરથી આદેશ જારી કર્યો

ગાંધીનગર, તા. 16 : આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સુરત સિવિલ હોસ્પિટલ મુલાકાત બાદ કાર્યવાહી કરાઈ છેઅસંતોષકારક સ્થિતિ અને બેદરકારી ધ્યાને આવતા સુરત સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. ધારિત્રી પરમારની તાત્કાલિક અસરથી વડોદરા બદલી
સુરત સિવિલ હોસ્પિટલનો ચાર્જ ડો. પારૂલ વડગામાને સોંપાય છે.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વહીવટી સ્તરે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારની જાહેર હિતમાં તાત્કાલિક અસરથી બદલી કરીને તેઓને વડોદરાની સરકારી મેડિકલ કોલેજ ખાતે ડીન તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગના ઉપ સચિવ દીપ કે. મોદી દ્વારા 16 મે 2026ના રોજ જારી કરવામાં આવેલી અધિસૂચના મુજબ, ડો. ધારિત્રી પરમારને મેડિકલ કોલેજ વડોદરાની ખાલી જગ્યા પર નિમણૂક આપવામાં આવી છે. ડો. પરમાર અગાઉ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તબીબી અધિક્ષક વર્ગ-1 તરીકે ફરજ બજાવતા હતા.
ડો. પરમારની બદલીને કારણે ખાલી પડેલી સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકની જગ્યાનો વધારાનો હવાલો ડો. પારુલ વડગામાને સોંપવામાં આવ્યો છે. ડો. વડગામા હાલ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ટી.બી એન્ડ ચેસ્ટ વિભાગના પ્રોફેસર વર્ગ-1 તરીકે ફરજ બજાવે છે. તેઓને તેમની મૂળ ફરજ ઉપરાંત તબીબી અધિક્ષકનો વધારાનો હવાલો સોંપાયો છે.
આ સાથે જ સરકારી મેડિકલ કોલેજ વડોદરાના તબીબી અધિક્ષક ડો. આર.જી. ઐયરને ડીનની ખાલી જગ્યાના સોંપાયેલા વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ડો. ઐયર હવે માત્ર તબીબી અધિક્ષક તરીકેની ફરજ બજાવશે.
આ આદેશ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે જારી કરવામાં આવ્યો છે. અધિસૂચનાની નકલ રાજ્યના આરોગ્ય મંત્રી, અગ્ર સચિવ આરોગ્ય, કમિશનર આરોગ્ય, તબીબી શિક્ષણ નિયામક સહિત સંબંધિત તમામ અધિકારીઓને મોકલી આપવામાં આવી છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
