તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
કલાકાર અજુન ઠાકરોની હાજરીમાં તેના સાસરામાં લગ્ન પ્રસંગે બંધારણનો ભંગઃ રાસ-ગરબા યોજાયાઃ રોષ
ઠાકોર સમાજ દ્વારા અર્જુનને એક વર્ષ સમાજ બહાર મુકવામાં આવેલ છેઃ સમાજની મહત્વની બેઠક બોલાવાઇઃ નિર્ણય ઉપર મીટ

પાટણઃ પાટણ જિલ્લાના હારીજ માં ઠાકોર સમાજ દ્વારા સામાજિક કુરિવાજોને ડામવા માટે બનાવવામાં આવેલા કડક બંધારણના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. હારીજમાં ઠાકોર સમાજના આગેવાન મોબુજી સોનાજી ઠાકોરના ઘરે આયોજિત લગ્ન પ્રસંગમાં સમાજના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વિગતો મુજબ, સમાજમાં કુરિવાજો દૂર કરવા માટે ગત 4 જાન્યુઆરીએ ઓગળધામ ખાતે મળેલી બેઠકમાં રાસ-ગરબા અને ડીજે પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. આમ છતાં, એક વર્ષ માટે સમાજ બહાર કરાયેલા કલાકાર અર્જુન ઠાકોર ના સાસરિયામાં જ આ બંધારણ તૂટ્યું છે. અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ની ઉપસ્થિતિમાં ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમાજના નિયમોની વિરુદ્ધ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સમાજનું બંધારણ તોડનાર સામે જ્ઞાતિ બહાર કરવા સહિત 1.51 લાખ રૂપિયા સુધીની દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. હવે આ કિસ્સામાં પણ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માટે આજે બપોરે 2 વાગ્યે ઠાકોર સમાજની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં લેવાનારા સંભવિત નિર્ણયો પર હાલ સૌની મીટ મંડાયેલી છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
