હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 1st June 2026
વાસંદા તાલુકા પંચાયત કચેરીમાં ACBની ટ્રેપમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર રૂ.16.000ની લાંચ લેતા ઝડપાયા
ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણનું ₹4.61 લાખનું બિલ મંજૂર કરવા માટે એન્જિનિયરે કુલ બિલના 5 % લેખે લાંચની માંગણી કરી હતી.

વાસંદા તાલુકા પંચાયત કચેરીમાં ACBની ટ્રેપમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર લાંચ લેતા ઝડપાયા છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર કૃણાલ પટેલ રૂપિયા 16000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. . ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણનું ₹4.61 લાખનું બિલ મંજૂર કરવા માટે એન્જિનિયરે કુલ બિલના 5 % લેખે લાંચની માંગણી કરી હતી.
જાગૃત નાગરિકે લાંચ આપવાની ના પાડી વલસાડ એ.સી.બી. (ACB) નો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી એ.સી.બી.ની ટીમે તાલુકા પંચાયત કચેરીના પાર્કિંગમાં જ સફળ ટ્રેપ ગોઠવીને લાંચના નાણાં સાથે આરોપીને દબોચ્યો હતો
પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત અને તેમની ટીમે કાર્યવાહી કરી 16000ની રોકડા લાંચની રકમ રિકવર કરી હતી સુરત એ.સી.બી.ના મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ ભ્રષ્ટ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
