<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

અમદાવાદ ખાતે ખાદ્ય તેલ તથા અન્ય તેલોની જાતોમાં ખપપુરતી ખરીદી :માંગ-પુરવઠામાં એકંદરે ટકેલા વલણ

સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીમાં ગઈકાલની તુલનામાં ભાવ સ્થિર રહ્યા

અમદાવાદ :ખાદ્યતેલના ભાવમાં આજે સ્થિર વલણ રહ્યું હતું. સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીન, વનસ્પતિ ઘીમાં ગઈકાલની તુલનામાં આજે ભાવ સ્થિર રહ્યા હતા.

ગુજરાત ખાતેના આજના વિવિધ તેલની જાતનો ભાવ જાણો

સિંગતેલ: રૂપિયા 2900 - રૂપિયા 3100
કપાસિયા તેલ: રૂપિયા 2500 - રૂપિયા 2650
પામતેલ (પાલ્મોલીન): રૂપિયા 2350
સનફ્લાવર તેલ રૂપિયા 2680

અમદાવાદ ખાતે ખાદ્ય તેલ તથા અન્ય તેલોની જાતો મર્યાદિત પૂછપરછ, માંગ-પુરવઠામાં એકંદરે ટકેલા વલણ વચ્ચે ભાવમાં પાંખી વધઘટનું હવામાન જોવા મળતું હતું.

અમદાવાદ ખાતે 15 કિલો સીંગતેલ નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2900, ઉપરમાં રૂપિયા 3100 રહ્યા હતા. જ્યારે સીંગતેલ નવો ડબ્બો 15 લીટરમાં રૂપિયા 2800 રહ્યા હતા.

 

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં રૂપિયા 2500 અને ઊંચામાં રૂપિયા 2650 રહ્યાં હતા. જ્યારે સોયાબીન 15 કિલોમાં નવો ડબ્બો રૂપિયા 2800 હતો. દિવેલનો ભાવ રૂપિયા 2180 રહ્યો હતો.

 

અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ રૂપિયા 2350, કોપરેટ રૂપિયા 5100, સરસીયુ મોળું રૂપિયા 2500, સરસીયુ તીખુ રૂપિયા 2800 રહ્યા હતા.15 લીટરમાં સનફ્લાવર તેલ રૂપિયા 2680, મકાઈ તેલ 15 લીટરમાં રૂપિયા 2400, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા 800થી રૂપિયા 820 રેન્જમાં કામકાજ ધરાવતા હતા. જ્યારે સીંગતેલ 5 લીટરનો ભાવ રૂપિયા 800થી રૂપિયા 820 વચ્ચે કામકાજ ધરાવતા હતા.

(11:32 PM IST)