<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

અઢારગામ માછી સમાજ નું ગૌરવ : નીટમાં યુગ કપ્તાન 577માર્ક લાવ્યો

પરિવાર અને સ્કૂલ તથાગામના આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી

( ભરત શાહ દ્વારા )નર્મદા: રાજપીપળા ના વડીયા ગામની સાંઈદર્શન સોસાયટીમાં રહેતા અજયકુમાર કપ્તાન અને કૈલાસબેન કપ્તાનનો દીકરો યુગ કપ્તાન તાજેતરમાં લેવાયેલી નીટની પરીક્ષામાં 720 માંથી 577 માર્ક લાવ્યો છે. પહેલાથી તેનું ડોક્ટર બનવાનું સપનું હતું જે પ્રમાણે ખુબ મહેનત કરી, ભાવનગરનીજ્ઞાન મંજરી વિદ્યાપીઠમાં આભ્યાસ કર્યો ધોરણ 12 માં પણ સારા માર્ક્સ મેળવ્યા હવે નીટની પરીક્ષામાં પણ 577 માર્ક્સ મેળવી અઢારગામ માછી સમાજ નું ગૌરવ વધાર્યું છે. પરિવાર અને સ્કૂલ તથાગામના આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી હતી

(9:57 PM IST)