<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

આણંદ જિલ્લામાં ભારે વરસાદની સંભવિત આગાહીના પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ :નીચાણવાળા તેમજ દરિયાકાંઠાના ૩૯ ગામોને હાઈ એલર્ટ પર

વધુ વરસાદ કે પાણીની આવક થવાના સંજોગોમાં સ્થાનિક લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્થળાંતરની સૂચના

આણંદ જિલ્લામાં ભારે વરસાદની સંભવિત આગાહીના પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે અને તકેદારીના ભાગરૂપે નીચાણવાળા તેમજ દરિયાકાંઠાના ૩૯ ગામોને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. વધુ વરસાદ કે પાણીની આવક થવાના સંજોગોમાં સ્થાનિક લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્થળાંતરની સૂચના આપી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને ઉચ્ચ અધિકારીઓએ જાતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે, તેમજ સ્થળાંતરિત લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે આશ્રય સ્થાનોમાં રહેવા અને જમવાની તમામ જરૂરી વ્યવસ્થા પૂર્વતૈયારીના ભાગરૂપે કરી લેવામાં આવી છે.

(10:40 PM IST)