તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
રાજ્યમાં નવી 95 શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી: રૂ. 443 કરોડના બજેટની જોગવાઈ
શાળાઓ માટે વહીવટી અને શૈક્ષણિક સ્ટાફની કુલ 345 પોસ્ટ (જગ્યાઓ) ને પણ મંજૂરી આપી

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યમાં શૈક્ષણિક માળખાને વધુ મજબૂત કરવા માટે એક સાથે નવી 95 શાળાઓ શરૂ કરવાની વહીવટી મંજૂરી આપી દીધી છે. આ શાળાઓના સંચાલન માટે સરકારે રૂ. 443 કરોડના બજેટની જોગવાઈ કરી છે, જેમાં બિન-આદિજાતિ વિસ્તારોમાં 85 અને આદિજાતિ (ટ્રાયબલ) વિસ્તારોમાં 10 નવી શાળાઓ મંજૂર કરવામાં આવી છે. આ શાળાઓ માટે વહીવટી અને શૈક્ષણિક સ્ટાફની કુલ 345 પોસ્ટ (જગ્યાઓ) ને પણ મંજૂરી આપી દેવામાં આવી છે (જેમાંથી 40 પોસ્ટ આદિજાતિ વિસ્તાર માટે છે) અને હવે આ શાળાઓને વહેલી તકે કાર્યરત કરવા માટેની સત્તાવાર કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
