તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
ઊંઝામાં ભેળસેળિયા રેકેટનો પર્દાફાશ: લાયસન્સ વગર ચાલતી ફેક્ટરી ઝડપાઇ: 3,548 કિલો વરિયાળી જપ્ત
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ અંદાજે રૂ.3.30 લાખનો જથ્થો સીઝ કર્યો:અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ પણ તપાસ માટે મોકલ્યા

મહેસાણા જિલ્લાના ઊંઝામાં ભેળસેળિયા રેકેટનો પર્દાફાશ થયો છે. આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી લાયસન્સ વગર ચાલતી એક ફેક્ટરી ઝડપીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની શંકા સામે આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ 3,548 કિલો વરિયાળી જપ્ત કરી હતી. ઉપરાંત 140 કિલો લીલો કલર પણ ઝડપાયો હતો, જેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માટે થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કુલ અંદાજે રૂ.3.30 લાખનો જથ્થો સીઝ કર્યો છે. અધિકારીઓએ સ્થળ પરથી નમૂનાઓ પણ તપાસ માટે મોકલ્યા છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફેક્ટરી જરૂરી લાયસન્સ વગર ચલાવવામાં આવી રહી હતી. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભેળસેળયુક્ત સામગ્રી ક્યાં સપ્લાય કરવામાં આવતી હતી અને કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. વિભાગે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
