<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

કોઈપણ તોડકામ પહેલા હવે એરોનોટિકલ સર્વે કરવો ફરજિયાત રહેશે : ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

અમદાવાદમાં એરપોર્ટ નજીકની ઊંચી ઇમારતો અંગે ગુજરાત હાઈકોર્ટે આદેશ :મંજૂરી કરતા વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગો વિમાન સુરક્ષા માટે જોખમી: એરપોર્ટની 20 કિમી ત્રિજ્યામાં નવા નિયમો લાગુ

અમદાવાદ:શહેરમાં એરપોર્ટ નજીક આવેલી ઊંચી ઇમારતોના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો છે. મંજૂરી કરતા વધુ ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગો સામે લેવાનારા કડક પગલાંમાં હવે નવો વળાંક આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ બિલ્ડિંગના તોડકામ પહેલા એરોનોટિકલ સર્વે કરવો અનિવાર્ય રહેશે

જિલ્લા કલેક્ટરની તપાસમાં એ બાબત સામે આવી છે કે અનેક ઇમારતોની ઊંચાઈ નિયત મર્યાદા કરતા વધારે છે. એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં આવેલી આવી બિલ્ડિંગો વિમાનના  ટેક-ઓફ અને લેન્ડિંગ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે.

ખાસ કરીને હંસપુરા અને નરોડા જેવા વિસ્તારોમાં હવે હાઈટ સર્ટિફિકેટ મેળવવું બિલ્ડરો માટે ફરજિયાત બન્યું છે. એરપોર્ટ ઓથોરિટીની મંજૂરી વિના બાંધકામ કરનારા એકમો સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. નિયમોનો ભંગ કરનાર અનેક પ્રોજેક્ટ્સની બીયુ પરમિશન હાલ અટકાવી દેવામાં આવી છે.

 

(1:39 PM IST)