<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

અરવલ્લીના મેઘરજમાં લાંબા વિરામ બાદ વાત્રક નદીમાં નવા નીર આવ્યા

સિઝનમાં પ્રથમવાર વાત્રક નદી બે કાંઠે વહેતી : વાત્રક નદીના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા નદીમાં પાણીની આવક થઈ

અરવલ્લીના મેઘરજમાં લાંબા વિરામ બાદ વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે. ચાલુ ચોમાસાની સિઝનમાં પ્રથમવાર વાત્રક નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. વાત્રક નદીના ઉપરવાસ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા નદીમાં પાણીની આવક થઈ હતી. નવા નીરના કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. નદી બે કાંઠે વહેતી થતા આસપાસના વિસ્તારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. નદીમાં પાણીની આવકથી ખેડૂતોને સિંચાઈ સહિતની જરૂરિયાતોમાં પણ લાભ થવાની આશા છે. નવા નીરના કારણે વાત્રક નદીનું સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે.

(7:59 PM IST)