હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાલનપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં રાહ જોવડાવ્યા બાદ વરસાદી માહોલ જામ્યો
દિવસભરના ભારે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો:તેજ પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ અંતે વરસાદી માહોલ જામ્યો છે. દિવસભરના ભારે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. આ વરસાદના કારણે સ્થાનિક લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે અને સમગ્ર પંથકના વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે.
પાલનપુર શહેરમાં પવન સાથે શરૂ થયેલા આ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો ભીંજાયા હતા. જેમાં ખાસ કરીને ઢૂંઢિયાવાડી, રેલવે ફાટક (ખોડિયાર નગર), હરિપુરા માનસરોવર, નાની-મોટી બજાર, ગોબરી રોડ, હનુમાન ટેકરી સહિતના તમામ નીચાણવાળા અને મુખ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. માત્ર પાલનપુર શહેર જ નહીં, પરંતુ તેની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી છે, જેથી ગ્રામીણ વિસ્તારોનું વાતાવરણ પણ ખુશનુમા બની ગયું છે.
ચોમાસાની સિઝનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતો માટે આ વરસાદ રાહતના સમાચાર લઈને આવ્યો છે. દિવસ દરમિયાનના ભારે ઉકળાટ બાદ સાંજના સમયે શરૂ થયેલા આ વરસાદને કારણે ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે. આ ધીમીધારનો વરસાદ ખેતીના પાક માટે ખૂબ જ ગુણકારી સાબિત થશે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
