તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 27th September 2026
હોલિવુડ ફિલ્મમાં એક્ટિંગ બાદ રાજકારણમાં એન્ટ્રી, લાઉડ સ્પીકર સાથે એકલા હાથે કર્યો પ્રચાર; કોણ છે ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર ધ્રુવ પટેલ?
ગાંધીનગરના વોર્ડ નંબર 9માં કોંગ્રેસનો અનોખો ચહેરો, 32 વર્ષીય એક્ટર અને ઈન્ફ્લુએન્સર ધ્રુવ પટેલ બન્યા ચર્ચાનું કેન્દ્ર, BJPના ગઢમાં ગરમાવો : ભાજપનો ગઢ ગણાતા વોર્ડ 9માં કોંગ્રેસે રંજનબેન રમલાવત, અશ્વિનકુમાર સુહાન અને ધ્રુવ પટેલને ટિકિટ આપી છે

ગાંધીનગર તા.૨૭ : ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026માં કોંગ્રેસે વોર્ડ નંબર 9થી એક અનોખા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. 32 વર્ષીય એક્ટર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને એનિમલ વેલ્ફેર એક્ટિવિસ્ટ ધ્રુવ પટેલ હોલિવુડથી સીધા રાજકારણમાં આવ્યા છે અને ભારે ચર્ચામાં છે.
કુડાસણની ઈન્દ્રધનુષ સોસાયટીમાં રહેતા ધ્રુવ પટેલે પર્ફોર્મિંગ આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે. ગુજરાતી ફિલ્મોથી લઈને હોલિવુડ ફિલ્મમાં એક્ટિંગ કરી ચૂક્યા છે. તેમના પિતા સીતારામ પટેલ GEBમાંથી એન્જિનિયર તરીકે નિવૃત્ત છે, માતા દક્ષાબેન સિવિલ હોસ્પિટલમાંથી નિવૃત્ત છે અને પત્ની પૂજા પટેલ http://B.Tech સુધી ભણેલા છે.
છેલ્લા એક મહિનાથી ધ્રુવ પટેલે કોઈ મોટી ટીમ વગર એકલા હાથે લાઉડ સ્પીકર લઈને શેરીઓમાં પ્રચાર કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભાજપનો ગઢ ગણાતા વોર્ડ 9માં કોંગ્રેસે રંજનબેન રમલાવત, અશ્વિનકુમાર સુહાન અને ધ્રુવ પટેલને ટિકિટ આપી છે.
GMCની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે પરિણામ છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
