તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
નવસારીમાં વિનાશક પૂર બાદ હવે ખેતીમાં મોટા પાયે નુકસાન: ગણદેવી તાલુકાનો વાડી વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત
સોનવાડી ગામમાં કેળ તૂટી પડતા ખેડૂતોને લાખોનું નુકસાન:અંબિકાના કાંઠા વિસ્તારોની વાડીઓમાં ભયાવહ તારાજી:320 જેટલા ગામોમાં ખેતીને મોટા પાયે નુકસાન થયું હોવાનો દાવો

નવસારીમાં વિનાશક પૂર બાદ હવે ખેતીમાં મોટા પાયે નુકસાન, ગણદેવી તાલુકાનો વાડી વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત છે. સોનવાડી ગામમાં કેળ તૂટી પડતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું, અંબિકાના કાંઠા વિસ્તારોની વાડીઓમાં ભયાવહ તારાજી સર્જાઈ. 320 જેટલા ગામોમાં ખેતીને મોટા પાયે નુકસાન થયું હોય તેવો દાવો, ચાર દાયકામાં આવું વિનાશક પૂર ન જોયું હોય તેવો ખેડૂતોનો દાવો છે. સોનવાડી ગામમાં કેળાની લુમ સાથેની કેળ તૂટી પડેલી નજરે પડે છે. ખેડૂતોનો દાવો છે કે જે દિવસે પુર આવ્યું તે જ દિવસે 100 મણનો ઓર્ડર હતો, પરંતુ બધું જ વરસાદમાં બરબાદ થઈ ગયું. પૂરના પાણીએ જે પ્રકારે તે ધસી આવ્યું કે ખેતરના ફેન્સિંગ પણ ટકી ન શક્યા. આંબો અને ચીકુના ઝાડને પણ મોટાપાયે નુકસાન થતા ખેડૂતોની મોટી નુકસાની તેમને વેઠવાનો વારો આવ્યો છે.
(6:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
