તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
વિરમગામમાં પડેલા ભારે વરસાદ બાદ APMCમાં હજુ પણ ચાર દિવસથી વરસાદી પાણી ભરાયેલા
દુકાનોમાં રાખેલો એરંડા, જીરું, અજમો, તલ અને ઈસબગુલ સહિતનો કિંમતી માલ પાણીમાં પલળી જતાં અંદાજે ₹70થી ₹80 લાખનું નુકસાન થયું

અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પડેલા ભારે વરસાદ બાદ APMCમાં હજુ પણ ચાર દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. દુકાનોમાં રાખેલો એરંડા, જીરું, અજમો, તલ અને ઈસબગુલ સહિતનો કિંમતી માલ પાણીમાં પલળી જતાં અંદાજે ₹70થી ₹80 લાખનું નુકસાન થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસરગ્રસ્ત વેપારીઓએ સરકાર સમક્ષ થયેલી નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે અસરકારક વ્યવસ્થા કરવાની પણ અપીલ કરી છે
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
