તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાશે
મનપા, નપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામોને અંતિમ સ્વરૂપ આપશે : મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વના પદો માટેના નામો પર નિર્ણય લેવાશે

અમદાવાદ : રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠક 6 મેથી 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાશે, જેમાં મનપા, નપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં ખાસ કરીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વના પદો માટેના નામો પર નિર્ણય લેવાશે. બેઠક પહેલાં તમામ જિલ્લાઓમાં ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવશે, જે 1 થી 3 મે દરમિયાન શહેર અને જિલ્લાઓમાં યોજાશે. 15 મહાનગરપાલિકાઓમાં મેયરની પસંદગી માટે નિરીક્ષકો દ્વારા કાર્યકરો અને આગેવાનોની અભિપ્રાય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે પણ આગેવાનો સાથે ચર્ચા કરીને સેન્સ લેવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોને લઈને પણ આ પ્રક્રિયા અંતર્ગત અંતિમ અભિપ્રાય એકત્રિત કરવામાં આવશે, જેના આધારે પાર્ટી અંતિમ નિર્ણય કરશે. .
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
