તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
અમદાવાદમાં મલાલા પુસ્તક વિવાદ બાદ પુસ્તકપ્રેમીઓએ ફરી સામૂહિક પુસ્તક વાંચનનું આયોજન કર્યું
લૉ ગાર્ડનમાં પુસ્તક વાચકોએ એકઠા થઈ મલાલા સહિતના વિવિધ પુસ્તકોનું સામૂહિક વાંચન કર્યું: સામૂહિક પુસ્તક વાંચન થકી વિરોધીઓને જવાબ આપવાનો પ્રયાસ

અમદાવાદમાં મલાલા પુસ્તક વિવાદ બાદ પુસ્તકપ્રેમીઓએ ફરી સામૂહિક પુસ્તક વાંચનનું આયોજન કર્યું છે. લૉ ગાર્ડનમાં પુસ્તક વાચકોએ એકઠા થઈ મલાલા સહિતના વિવિધ પુસ્તકોનું સામૂહિક વાંચન કર્યું હતું. સામૂહિક પુસ્તક વાંચન થકી વિરોધીઓને જવાબ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉ વસ્ત્રાપુર વિસ્તારમાં પુસ્તક વાંચન દરમિયાન બજરંગદળના કાર્યકરોએ હોબાળો કર્યો હતો.
આનંદ નિકેતન સ્કૂલમાં મલાલાના પુસ્તકને ફરજિયાત કરવાના મુદ્દે વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ પુસ્તક વાચકો દ્વારા સામૂહિક પુસ્તક વાંચનના કાર્યક્રમો યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. લૉ ગાર્ડનમાં યોજાયેલા વાંચન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે વિવિધ પુસ્તકોનું વાંચન કર્યું હતું.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
